દિવાળીપુરામાં રહેતી અને મૂળ હરિયાણાના રોહતકમાં રહેતી લોનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગોત્રી પોલીસમાં પહોંચી હતી.તેણે અશોક અસ્કણ જૈન(રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ(નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, તે 5 માસથી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટનું કામ કરે છે. આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મિટિંગો ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ અને અશોક જૈન સાથે ચાલતી હતી. એક મિટિંગમાં અશોક જૈને કેફી પદાર્થવાળું ઠંડું પીણું પીવડાવી તેની સાથે અડપલાં કર્યાં હતા.વડોદરા શહેરના દિવાળીપુરામાં રહેતી એલ.એલ.બી નો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે યુવતીએ લગાવેલા આરોપોની ઊંડી તપાસ શરૂ કરી હતી તથા પુરાવા પણ એકત્ર કરાઇ રહ્યા છે. ફરિયાદ નોંધાયા બાદ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી રાજુ ભટ્ટને ઝડપી લેવા પોલીસે 2 ટીમે ઘર સહિત આશ્રયસ્થાનો પર દરોડા પાડ્યા હતા, પણ બંને આરોપી મળ્યા ન હતા.
Home > Madhya Gujarat > Panchmahal > પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને CAનાં આશ્રયસ્થાનો પર પોલીસના દરોડા, ફરિયાદ કરવા સાથે જનાર અને પીડિતાનો મિત્ર બંને બૂટલેગર હોવાનો ઘટસ્ફોટ