રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકાની પ્રાંસલી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ચામુંડા માતાજીના મંદિરે યોજાઈ હતી. જેમના થોડા દિવસ પહેલા એજન્ડા બહાર પાડવામાં આવેલ છે. અનેક સભાસદોને એજન્ડા મળ્યા તો ઘણાં સભાસદોને એજન્ડા મળ્યા ન હોવાનું પણ સભાસદોએ જણાવ્યું હતું. જે લોકોને એજન્ડા મળ્યા ન હતા. તેવા સભાસદોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ વિરોધ સાથે જણાવ્યું હતું કે સામાન્ય સભા ચાલુ હોય તે દરમીયાન ઠરાવની માહીતી આપતા પહેલાં સભાસદોની સહીઓ કરાવવામાં આવી હતી. વિરોધ સાથે કાનાભાઈ ડાંગરે જણાવ્યું હતું કે મંડળીના પ્રમુખ દ્વારા તેમના સગા સબંધીઓને સભાસદો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ વિરોધ કરનારાઓની રજીસ્ટરમાં નોંધ કે સહીઓ લેવામાં ન આવી હોવાનું પણ જણાવ્યું હતું
પ્રાંસલી સેવા સહકારી મંડળીના પ્રમુખે જણાવ્યું હતું કે મંડળી તરફથી જે સભાસદોને એજન્ડા આપેલા હતા. તેઓ પણ સાધારણ સભામાં હાજર રહ્યા હતા. અને જે લોકોને એજન્ડા મળ્યા ન હતા. તે સભાસદો પણ સાધારણ સભામાં હાજર રહ્યા હતા. મંડળી દ્વારા જે ઠરાવ કર્યો હતો તે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. અને પ્રાંસલી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં આવક જાવકનો વાર્ષિક હિસાબ પણ રજુ કરવામાં આવ્યો છે.
દિનેશભાઇ ડાંગરે પ્રાંસલીના અશ્વિન લાખા ડાંગર વિરુદ્ધ ઉશ્કેરાઈ માર મારવાનો પ્રયાસ કરવા ગાળો બોલવા તેમજ ધમકી આપવા બદલ પોલીસમાં લેખિતમાં રજૂઆત કરીછે