રિપોર્ટર ;દિવ્યાંગ પટેલ મહીસાગર
લુણાવાડા તાલુકાના કોઠંબા ખાતે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ગરીબોની બેલી સરકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમજ અન્ય લાભાર્થીઓને ગેસ કનેક્શન ની કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે વેક્સિનેશન કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. કોઠંબા ટી એસ આટૅસ કોલેજ ખાતે ગરીબોની બેલી સરકાર નો કાર્યક્રમ લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈની ઉપસ્થિતિમા યોજવામાં આવ્યો હતો.ઉજ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કીટ આપવામાં આવી હતી.સ્વાગત પ્રવચન લુણાવાડા ટીડીઓ સી. વી। ભૂગર્ભ કર્યું હતું. મહેમાનોનું સ્વાગત પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે લુણાવાડા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, કોઠંબા જિલ્લા પંચાયત સદસ્ય ભવનભાઈ, તાલુકા પંચાયત સદસ્ય નયનાબેન પરમાર, કોઠંબા સરપંચ નાનાભાઈ વણકર,ગેસ એજન્સીના માલિક મહાવીરસિંહ સોલંકી,ભલવેન્દ્રભાઈ પટેલ ,મામલતદાર કચેરી પુરવઠા શાખા અને તાલુકા પંચાયતના અધિકારીઓ,તલાટીઓ ઉપસ્થિત રહી યોજનાને સફળ બનાવી હતી. કાર્યક્રમનું જીવંત પ્રસારણ તમામ મહાનુભાવો સહીત લાભાર્થીઓએ લાઈવ જોઈ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમન્ત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ તમામે નિહાળ્યું હતું.અંતમાં આ પ્રસંગની આભારવિધિ તાલુકા પંચાયતના એમ.ઈ અમિતભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.