બાળ વિકાસ યોજના કચેરી આઈ.સી.ડી.એસ ઘટક અમીરગઢ-૧અને અમીરગઢ -૨ દ્વારા રાષ્ટ્રીય પોષણમાસની ઉજવણી કરવામાં આવી….

Banaskantha

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા

કુપોષણ નાબૂદ કરવાના નારા સાથે યોજાઈ રેલી.-કૃપોષણ નાબુદી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વષૅ-૨૦૧૮માં રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના કચેરી આઈ.સી.ડી.એસ ઘટક અમીરગઢ-૧અને અમીરગઢ -૨ દ્વારા રાષ્ટ્રીય પોષણમાસ અંતર્ગત. ૧૫-૦૯-૨૦૨૧ ના રોજ ઘટક કક્ષાએ પોષણમાસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામલતદાર એસ. સી. ગોતિયા ,તાલુકા.વિકાસ અધિકારી,કે. કે.પ્રજાપતિ તથા અમીરગઢ ઘટક-૧/૨ના સી.ડી.પી.એન.એન.એમ.બી.સી.અને.બી.પી.એ. મુખ્યસેવિકા તેમજ કચેરી સ્ટાફ અને કાયૅકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અવનવી વાનગીની હરીફાઈ કરવામાં આવી હતી. જેમાં ટેકહોમ રાશનમાથી વિવિધ વાનગી બનાવી વાનગી નિદૅશન કરવામાં આવ્યું. તેમજ સગર્ભા અને ધાત્રીમાતા ઓને ટેકહોમ રાશનમાથી વિવિધ વાનગી કેવી રીતે બનાવવી તેનું માગૅદશૅન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પોષણ રેલી કાઢવામાં આવી જેમાં સહીપોષણ દેશ રોશનના નારા થીમ સાથે કુપોષણ ભગાવો નારા સાથે રેલી યોજવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *