રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
ગુજરાત રાજ્યમાં નવીન વરાયેલા મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ બાદ રાજ્યકક્ષાના મંત્રી મંડળમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના બે આદિવાસી ધારાસભ્યો નો સમાવિષ્ટ કરાતા પંચમહાલ અને મહિસાગર જિલ્લાના પ્રજાજનો અને ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ વિધાનસભા બેઠકના લોક લાડીલા આદિવાસી બાહુબલ્ય ધરાવતા ધારાસભ્ય નિમિષાબેન મનહરકુમાર સુથાર અને મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠકના કુબેરભાઈ ડીંડોર ને રાજ્ય સરકારમાં મંત્રી પદ મળતા તેમના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળવા સાથે ફટાકડા અને આતશબાજી કરીને એકબીજાને મોં મીઠું કરાવી ને ખુશી વ્યક્ત કરી હતી.જ્યારે આ વખતે દાહોદ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યોને મંત્રી પદમાં સમાવેશ કરવામાં નહીં આવતા આ વિસ્તારના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત મહિલા ધારાસભ્ય નિમિષા બેન સુથારને મંત્રી પદમા સમાવિષ્ઠ કરવામાં આવ્યા હતા. નિમિષાબેન સુથારને મંત્રીપદ મળતા જન જન સુધી પહોંચી જઈને વિકાસના કામો કરવા સાથે પ્રજાજનોની સાથે રહીને આગળ વધીશું તેમ જણાવ્યું હતુ. હાલ તો રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રીમંડળમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારને મંત્રીપદ મળતા આદિવાસી સમાજમાં પણ ખુશી ની લહેર છવાઈ ગઈ હતી..