રિપોર્ટર :–સુરેશ રાણા,બનાસકાંઠા
પેટાચૂંટણી ધનપુરા નું પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભરાયું…
આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ તાલુકાની ધનપુરા (વિ) ડેલીગેટ ની ખાલી પડેલ સીટ પર ફોર્મ ભરાયું……
પેટા ચૂંટણી ની ખાલી પડેલ સીટ પર ની સરકાર ની જાહેરાત થતા જ અમીરગઢ તાલુકાની ધનપુરા ની સીટ ખાલી પડેલી જગ્યા પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બાબુભાઈ બુમ્બડિયા નું ફોર્મ ભરવામાં આવ્યું.જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ– ભેમાભાઈ ચૌધરી ,અમીરગઢ તાલુકા પ્રભારી–રજાકભાઈ તથા અમીરગઢ તાલુકા પ્રમુખ–ભારતસિંહ ડાભી તેમજ મહામંત્રી ,કારોબારી ઉપપ્રમુખ સહિત સાથે રહીને(“પેટા ચૂંટણી) ડેલીગેટનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી ના ઉમેદવાર બુમ્બડિયા બાબુભાઈ નું પેટા ચૂંટણી માટે ફોર્મ ભરતા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ફોર્મ ભરીને મામલતદાર અમીરગઢ કચેરી ખાતે મામલતદાર ને ફોર્મ આપતા ફોર્મ સ્વીકાર્યું…..