કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવીને ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપે.ત્યારે તેમાં હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. કે જ્યારે ગાયનું કલ્યાણ થશે, ત્યારે જ દેશનું કલ્યાણ થશે. ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે. સંસદ જે પણ કાયદો બનાવે તેના પર સરકાર કડકપણે અમલ પણ કરાવે.ગાયને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂરિયાત નથી . ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવા મુદ્દે કેન્દ્રએ વિચાર કરવાની જરૂરિયાત છે.
મૌલિક અધિકાર માત્ર ગૌમાંસ ખાનારાઓનો જ નથી, પરંતુ જેઓ ગાયની પૂજા કરે છે અને આર્થિક રીતે ગાય પર નિર્ભર છે તેમની પાસે પણ છે. જીવનનો અધિકાર મારવાથી વધુ છે અને ગૌમાંસ ખાવાના અધિકારને ક્યારેય પણ મૌલિક અધિકાર ન ગણાવી શકાય. ગાય વૃદ્ધ અને બીમાર હોય તો પણ ઉપયોગી છે, તેનું ગોબર અને મૂત્ર કૃષિ, દવા બનાવવા અને સૌથી મહત્ત્વનું એ ઘણું જ ઉપયોગી છે. એવું નથી કે માત્ર હિંદુ જ ગાયને મહત્વને સમજે છે, મુસલમાનો પણ ગાયને ભારતની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માને છે. 5 મુસ્લિમ શાસકોએ ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાબર, હુમાયૂં અને અકબર પણ પોતાના ધાર્મિક તહેવારોમાં ગાયની બલિ પર રોક લગાવી હતી. એવા અનેક ઉદાહરણ છે જ્યાં ગૌશાળામાં ગાયની ભૂખ અને બીમારીથી મોત થઈ જાય છે. તેમને ગંદગી વચ્ચે રાખવામાં આવે છે. તેઓ પોલીથીન ખાઈને મરી જાય છે. આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જ્યાં અલગ-અલગ ધર્મોના લોકો રહે છે, જે અલગ-અલગ રીતે પૂજા કરે છે પરંતુ તેમના વિચારો એક જ છે.દેશનો વિકાસ પણ અધૂરો રહી જશે બુધવારે જાવેદ નામના શખ્સની અરજીને ફગાવાત જસ્ટિસ શેખરકુમાર યાદવે આ ટિપ્પણી કરી છે. જાવેદ પર ગૌહત્યા રોકથામ અધિનિયમની કલમ 3,5 અને 8 અંતર્ગત આરોપ લાગેલા છે. કોર્ટે અરજદારની અરજી ફગાવતા કહ્યું કે ગૌરક્ષા માત્ર કોઈ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષા દરેક લોકોની જવાબદારી છે