જૂનાગઢ: માંગરોળ શીલ જિલ્લા પંચાયત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરાયું.

Junagadh Latest
રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ

માંગરોળના શીલ ખાતે શીલ જિલ્લા પંચાયતના કાર્યાલય ઉદ્ધઘટન પરબતભાઈ મેવાડા અને કેશોદ ધારાસભ્ય દેવા માલમ દ્વારા ખુલ્લું મુકાયું હતું. શીલ કાર્યાલયમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં ખાસ મહત્વપૂર્ણ એ હતું કે જિલ્લા પંચાયત શીલ.ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ભાગવાનજી કરગટીયાના ધર્મપત્નીને ટિકિટ મળતા જ ભાજપમાં ભારે ખુશી જોવા મળી હતી. તેમજ મકતુપુર, મેખડી અને માંગરોળ.ઓજી વિસ્તાર એમ કુલ ચાર જિલ્લા પંચાયતની સીટો આવેલી છે અને તેમની નીચે કુલ 20 તાલુકા પંચાયત શીટો આવેલી છે. આમ જિલ્લા પંચાયતની અલગ અલગ શીટો માટે અલગ અલગ કાર્યાલયો ખોલાયા છે જે તમામ સીટ પર ભાજપ ભગવો લેહરાવે તેવુ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેશોદના ધારાસભ્ય દેવા માલમ કે તેઓ મેખડી શીટ ઉપરથી પ્રથમ વખત જિલ્લા પંચાયતની ચુંટણી લડયા હતા અને જીતની સાથે તેમના રાજકારણમાં પ્રવેશ કરાયો હતો. આમ ભાજપ દ્વારા પોતાને વધુમાં વધુ સીટો મેળવવા ચારેચાર જિલ્લા પંચાયતના કાર્યાલયો અલગ અલગ ખોલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *