રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા તાલુકામાં આવેલ 244 પ્રાથમિક શાળામાં 1524 જેટલા શિક્ષકો પોતાની ફરજ બજાવે છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ લેવાનાર હોવાથી 1100થી વધુ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મંગળવારના રોજ પટીયા, પાલીખંડા ખોજલવાસા બોરીયા, મોરવા રેણા, ગુણેલી સહિત 22 જેટલા સર્વેક્ષણ કેન્દ્ર ફાળવામાં આવેલ હતા.તાલુકા મા આવેલી 244 જેટલી પ્રાથમિક શાળાના 73 ટકા શિક્ષકોએ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે 17 સર્વેક્ષણ ના કેન્દ્ર પર 349 શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આપી હતી. તાલુકાના કેન્દ્રવતી શાળા મોરવા રેણા , ગુણેલી ,ખોજલવાસા, ખાંડીયા તેમજ વાઘજીપુર સર્વેક્ષણ કેન્દ્ર ખાતે શિક્ષકોની સંપૂર્ણ ગેરહાજરી રહી હતી. તાલુકામાં આવેલ 244 પ્રાથમિક શાળાના 1150 ની આસપાસ શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ નો બહિષ્કાર કરીને પોતાની શાળામાં બપોરના 12;30થી લઈને 4;30સુધી શાળામા હાજર રહયા હતા..