રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં વલ્લભપુર ગામ ખાતે રહેતા અને તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકી અને જોગીરાજ ગઢવી સહિતના ઓ શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. વિરોધ પક્ષના નેતા જશવંત સિંહ સોલંકી અને જોગીરાજ ગઢવી સહિતનાઓ એ આસિસ્ટન્ટ ટી.ડી. ઓ તેજસ પટેલ ને રજૂઆત સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ૨૦૦૭ થી લઈને 2021 સુધી આવેલી ગ્રાન્ટ ની માહિતી આર.ટી.આઇ. હેઠળ માંગતા રાજકારણમા ખળભળાટ મચ્યો હતો.
શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વર્ષ ૧૯૯૮થી 2017 સુધીની વિધાન સભાની ચૂંટણી સતત જીતી રહ્યા છે. પ્રજાજનોને પણ તેમના પર વિશ્વાસ હોવાથી જેઠાભાઇ ભરવાડની જીત થતી આવી છે. જ્યારે વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી અને જોગીરાજ ગઢવી દ્વારા એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ની મિલકત દર વર્ષે વધતી જઈ રહી છે. વિકાસ પ્રજાજનોનો નહી પણ તેમનો થયો છે. જેના કારણે અમારે તેમની માહિતી માગવાની જરૂર પડી છે. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ હાલ પંચામૃત ડેરી ના ચેરમેન પદે પણ છે. રાજકીય ક્ષેત્રે એક તેમનું મોટું નામ હોય ત્યારે વિરોધપક્ષના નેતાએ તેમની માહિતી માંગતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે…