પંચમહાલ ના શહેરા તાલુકાના ડેમલી ગામના મુખ્ય તળાવ ની પાળ ઉપર રમાતા જુગાર પર પોલીસે રેડ પાડતા ચાર જુગારીયાઓ ઝડપાયા.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા તાલુકામાં છૂપી રીતે શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને પકડી પાડવા માટે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા એ પી.એસ.આઇ ડી.એમ. મછાર ને સુચના આપી હતી. બાતમીના આધારે તાલુકાના ડેમલી ગામના તળાવની પાળ ઉપર હાર જીતનો રમાઈ રહેલા જુગાર સ્થળ ને પી.એસ.આઇ દુધા ભાઈ મછાર સહિતના સ્ટાફ દ્વારા ચારે તરફથી કોર્ડન કરીને રેડ પાડવામાં આવી હતી. જુગાર રમતા જુગારીયાઓ પોલીસને જોતા ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસની રેડ દરમિયાન સંતોષભાઈ અરવિંદભાઈ પટેલ , સંજયભાઈ પ્રભાતભાઈ પટેલ , મહેન્દ્રભાઈ રંગીતભાઈ પટેલ તેમજ સુનિલભાઈ દિનેશભાઇ પરમાર પોલીસના હાથે પકડાઈ ગયા હતા.જ્યારે અન્ય પાંચ જુગારીયાઓ પ્રકાશકુમાર મહેન્દ્ર ભાઈ પરમાર, પ્રકાશભાઈ કરશનભાઈ વણકર, ગોપાલભાઈ રંગીત ભાઈ પગી, વિજયભાઈ અદેસિંહ પટેલ અને કમલેશભાઈ ભાઈલાલ ભાઈ ભોઈ પોલીસની રેડ દરમિયાન નાસી જવામાં સફળ રહયા હતા. પોલીસે રોકડ રકમ, 10 બાઇકો , 6 મોબાઈલ તેમજ ટવેરા ગાડી મળીને રૂપિયા 4,42,500 નો મુદ્દામાલ સાથે કુલ 9 જુગારીયાઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડેમલી ગામના તળાવ પરથી પકડી પાડેલા જુગારીયાઓને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા હતા. જ્યારે નગરના માલીવાડ ખાતે રમાતા જુગાર પરથી પકડી પાડેલા જુગારીયાઓને માત્ર થોડા જ કલાકોમાં છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામા આવે તે પણ જરૂરી છે. પોલીસ દ્વારા જુગાર સ્થળેથી ભાગી ગયેલા 5 જુગારીયાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *