મૃતકના પરિવારજનોએ કાસીમ હયાતને પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરીને મૃતદેહ સ્વીકાર્યો ન હતો. જ્યારે કાસીમ હયાત કસ્ટડીમાં આપઘાત કરતા ફરજ પર બેદરકારી દાખવતા બી ડિવિઝનના PSO ને સસ્પેન્ડ કરી દીધો છે. લઘુમતિ સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ સહિત 7 સામે ફરિયાદ નોંધવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરતી લેખિત રજુઆત પંચમહાલના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ, કલેકટર, પોલીસ વડા, માનવ અધિકાર પંચ સહિત અન્ય જગ્યાએ કરીને યોગ્ય તપાસ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. યોગ્ય તપાસ કરવાની બાંહેધરી મળતાં પરિવારજનો વડોદરા ખાતે મૃતક કાસીમનો મૃતદેહ લેવા ગયાનું જાણવા મળી રહ્યું છે