રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ ના સરકેશ્વર મુકામે આજરોજ વઢેરા ગામ સમસ્ત 1.25 બીલીપત્રો ના અભિષેક નું સોમવારના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા,ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. ભગવાન ભોળાનાથના ચરણોમાં બીલીપત્ર અભિષેક કરવાનો લહાવો મળ્યો હતો.
જાફરાબાદ તાલુકાના સમસ્ત વઢેરા ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભોળાનાથ ને બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.