રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી
આજરોજ જાફરાબાદમાં આવેલા સ્મશાનમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.
જેમાં પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ આરતી ઉતારી હતી. સાથે વાવાઝોડામાં થયેલા નુકશાની અંગે આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
આ કાર્યમાં સાથે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હર્ષદભાઈ મહેતા સરમનભાઈ બારૈયા બ્રહ્મસમાજ ના પ્રમુખ જયેશભાઇ ઠાકર વેપારી કાનાભાઈ ભાજપનાં શહેર મહામંત્રી નિરવભાઈ ઠાકર સહિત જાફરાબાદ ના શહેરીજનો આગેવાનો જોડાયા હતા.