તાલિબાન કાબુલ એરપોર્ટ પરથી 150 લોકોને પોતાની સાથે લઈ ગયા હતા, જેમાં મોટે ભાગે ભારતીય પણ સામેલ છે. તેમના લોકેશન વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે આ લોકોને લઈ જવા પાછળ તાલિબાનનો હેતુ શું છે. અટકળો એવી પણ છે કે એરપોર્ટ પર અંધાધૂંધીને કારણે તેમને બીજા ગેટ દ્વારા અંદર લઈ જવા માટે લઈ જવાયા હોય. જ્યારે કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધી વચ્ચે એક અફઘાની બાળકીના મોતના પણ સમાચાર છે. તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોની એરલિફ્ટ ચાલુ છે. કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના C-130J વિમાને આજે સવારે લગભગ 10.30 વાગ્યે ઉડાન ભરી હતી. વધુ 200 લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરફોર્સના C-17 વિમાનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.