રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા છે. શિક્ષણ વિભાગ હસ્તકના કેસીજી તરફથી હજી સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા સ્વ-નિર્ભર ડિપ્લોમા કોલેજીસ એસોસિએશને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે,‘શૈક્ષણિક વર્ષ 19-20માં ગુજરાતમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા હજારો વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારની ટેબલેટ યોજના હેઠળ રૂ.1000 ટેબલેટ દીઠ ભર્યા હતા.
પરંતુ છેલ્લાં બે વર્ષથી સંસ્થા, યુનિવર્સિટી અને કેસીજી ખાતે વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે, છતાં તેઓ ટેબલેટથી વંચિત છે. આવા હજારો વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા સરકારી ખાતામાં જમા પડેલા છે.’સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરી એસોસિએશનના પદાધિકારીઓએ લેખિતમાં જણાવ્યું હતંુ કે,‘અમારી સાથે જોડાયેલા સંસ્થાના હાલના વિદ્યાર્થીઓ તથા વાલીઓ 2 વર્ષથી ટેબલેટ ન મળતાં માથાકૂટ કરે છે. આપને અમારી નમ્ર વિનંતી છે કે આપના દ્વારા 15 દિવસમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ અથવા તેમણે ભરેલા પૈસા વ્યાજ સાથે આપવામાં આવે, .તેમજ સ્વનિર્ભર ડિપ્લોમા ઈજનેરી એેસોસિએશનના અગ્રણી જિતુ ઉપાધ્યાયે જણાવ્યું કે ,સત્વરે ટેબલેટ નહીં અપાય તો ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.છે