રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ચોમાસાની શરૂઆતથી મેઘ રાજા અનરાધાર વરસતા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં એક દશકાથી વધુ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હોય એટલું પાણી ઘેડ પંથકમાં આવતા દરીયા જેવો માહોલ સર્જાયો છે ખેતરોમાં પણ કેળ સમા પાણી જોવા મળેછે મગફળી તો નિષ્ફળ જશે સાથે પશુઓ માટે ઘાંસચારો પણ છીનવાઈ ગયો છે છેલ્લાં એક મહીનાથી સતત ઘેડ પંથકમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે વારંવાર ઘેડ પંથક પુરગ્રસ્ત બન્યો છે ત્યારે છેવટે સાંસદ દ્વારા ધારાસભ્યને સાથે રાખી ઘેડ પંથકની મુલાકાત કરી રહયા છે.