રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
અમરેલીજિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ફાચરિયામાં વરસાદ પડતાં ગરમીથી લોકોને રાહત મળી અને રોડ રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા. ખેતીના પાક જેવા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન જેવા પાકો ને પાણી મળતા મુરજાતિ મોલત ને જીવનદાન મળશે
હાલ આ ગામડાઓમાં ખેતીમાં વીજળી હજી આવી નથી. ત્યારે ખેતીમાં ખાસ પાણી ની જરૂર હતી. તેવા સમયે જ વરસાદ પડતાં થોડા દિવસ સુધી પાક ને પાણી આપવાથી રાહત મળશે.
અને ખેડૂતોને હવે આશા બંધાઈ છે. ઘણાં સમયથી વરસાદ થયો નથી. અને આ મધા નક્ષત્ર બેસતા જ વરસાદ પડતા અને ખેડૂતોને મગફળી કપાસના પાક ને હમણાં પાણી ની ખાસ જરૂર હતી. ત્યારે આજ દિન સુધી ખેડૂતોને ખેતીવાડી વિસ્તારમાં પાવર ન હોવાના કારણે ખેડૂતો બેહાલ થઇ ગયા હતા. ત્યારે આજ રોજ કુદરતે મહેરબાન કરતા ખેડૂતોના મુરજાતિ મોલાત ને જીવનદાન મળ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી….