રિપોર્ટર: ભૂપત સાંખટ
અમરેલી
આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી જિલ્લાના ધારી તાલુકામા પધારેલ, બાદમાં મંત્રીશ્રી ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ જીતુભાઈ જોષી સાથે ચાલતા રાહત રસોડાની મુલાકાતે પણ ગયા હતા. ત્યાંરે જીતુભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકર્તા દ્વારા ઘરે ઘરે જઈને જમાડવાની સેવાકીય પ્રવ્રુતિઓ કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઈને જમાડવાની સેવાકીય પ્રવુતિ જોઈને, કેબિનેટ મંત્રીશ્રી કુવરાજીભાઈ બાવળિયા પ્રભાવિત થયા હતા. કેબિનેટ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા દ્વારા જીતુભાઈ જોષી તેમજ તાલુકા ભાજપ પરિવારને અભિનંદન પાઠવાવમાં આવ્યો હતા.