રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા,અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામમાં આજરોજ અતિ ભારે વરસાદથી નદી નાળા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે ત્યારે,એક તરફ ખુશીનો માહોલ તો બીજી તરફ ગ્રામજનો પરેશાન છે. રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામે આવેલો કોઝવે અતિ ભારે વરસાદના લીધે નદીમાં આવેલા ધસમસતા પ્રવાહમાં તૂટી ગયો છે. ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે આ ગામના ગ્રામજનો ખેડૂતો ને પોતાના ખેતી અને લોકો ને કામ ધંધા માટે ખરીદી માટે રાજુલા જ આવવાનું થતું હોય છે ત્યારે આ ગામનો પુલ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, આ પુલનું સત્વરે રીપેરીંગ કામ થાય તેવી ગામ લોકોની તંત્ર પાસે માંગ છે.ગામ લોકોનું કહેવું છે કે દર ચોમાચામાં પુલ નીચો હોવાથી નદીનું પાણી પુલ ઉપર આવી જાય છે અને ગામનો સંપર્ક મેઈન રોડથી તૂટી જાય છે. તો આ બાબતનો તાત્કાલિક ઉકેલ આવે અને સત્તાધારી લોકો તથા તંત્ર ઝડપી નિવેડો લાવે તેવી માંગ ગામના લોકો દ્વારા ઉઠી છે તેમ નાના રીંગણીયાળા ગામના આગેવાન વનરાજભાઈ ધાખડા એ જણાવ્યું હતું.