રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાના એવા ગોરેજ ગામે 90 ટકા વેકસીન લેવાઈ.
કોરોનાનો કહેર રાજયમાં દરેક જગ્યાએ જોવા મળી રહયો છે. અને આ કોરોનાને નાથવા કોરોના વેકસીન ખુબજ જરૂરી છે. જેથી માંગરોળના ગોરેજ ગામે આગેવાનો ની જાગ્રૂતતાથી ગામમાં 90 ટકા લોકોએ વેક્સીન લીધી છે. જયારે 10 ટકા લોકોને આવતા મહીનાના સમયમાં વેકસીનેશન કરીને આ ગામને 100 ટકા વેકસીનેશન કરવાની સરપંચે નેમ લીધી છે. જયારે ગોરેજ ગામના આરોગ્ય સ્ટાફ દ્વારા આ ગામને સારીએવી સેવા મળી રહી છે.