રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ વાવણીલાયક વરસાદ થયા બાદ ફરી વરસાદ નહી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડુતોએ કરેલી મગફળી નું વાવેતર સુકાઇ રહયું છે.
વરસાદ ખેચાતા ખેડુતોના કુવાઓ તળીયા જાટક થયા છે .અને પાણી ન હોવાના કારણે ખેડુતોને નાળીયેરીના બગીચાઓ પણ સુકાતા જોવા મળી રહયા છે.
ઘણા સમય પહેલાં વાવણીલાયક વરસાદ થતાં ખેડુતોએ મોંધા ભાવના બીયારણ ખરીદિ ખેતરમાં વાવેતર કર્યા બાદ વરસાદ ખેચાતા ખેડુતોએ પાક બચાવવા માટે કુવામાંથી ફુવારા શરુ કર્યા હતા. પરંતુ હાલ કુવાઓપણ તળીયા જાટક થતાં ખેડુતોનો સારો પાક સુકાતા ખેડુતો મુંજવણમાં મુકાયા છે
જયારે બીજી તરફ માંગરોળ તાલુકાના ગોરેજ, મેણેજ, ચંદવાણા ,સુલતાનપુર, રૂદલપુર સહીતના ગામોમાં કોઇ નદિ કે નહેર કે અન્ય કોઇ કેનાલ જેવા કે ડેમો કોઇ પાણીના સ્ત્રોત પણ નથી જેથી ખેડુતોની પરિસ્થીતિ કફોળી બની ચુકી છે. અને ખેડુતો સરકાર પાસે પાણીની માંગ કરી રહયા છે. પરંતુ આ ખેડુતોને હવે કયારે પાણી મળશે તે જોવાનું રહ્યું.