વરાછામાં ડાહ્યા પાર્ક વિસ્તારમાં રહેતી 20 વર્ષીય શ્વેતા સી.એ. નો અભ્યાસ કરતી યુવતી . અઠવાડિયા પહેલાં તે તેના રાજસ્થાની પ્રેમી આકાશ સાથે ભાગી ગઈ હતી. પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે શ્વેતા અને આકાશે કાવતરું ઘડીને અજાણ્યા નંબર પરથી શ્વેતાના રત્નકલાકાર પિતાને ફોન કરીને શ્વેતા જીવતી જોઈતી હોય તો 10 લાખ આપવા પડશે તેમ , કહી ખંડણી માગી હતી. ત્યાર બાદ ફોન બંધ કરી દીધો હતો.
રાજસ્થાની યુવક સાથે પ્રેમ થયા બાદ પરિવારે લગ્નની મંજૂરી ન આપતાં પ્રેમી સાથે સુરતના વરાછાની સીએ યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરવા પોતાનું અપહરણ થયાનું નાટક રચી પિતા પાસે 10 લાખની ખંડણી માગી હતી. પ્રેમી-પંખાડીને દિલ્હીથી ઝડપી પાડી સુરત લાવ્યા બાદ અપહરણના બહાને ખંડણી માગવાના ગુનામાં પોલીસે પ્રેમી-પંખીડાંની ધરપકડ કરી છે.વરાછા પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બાદ પ્રેમી-પંખીડાં સીસીટીવીમાં પણ કેદ થઈ ગયાં હતાં. સીસીટીવી આધારે પોલીસ બંનેને શોધી રહી હતી. ચાર દિવસના મહેનતના અંતે શ્વેતા અને આકાશ ખટીક દિલ્હીમાં આગ્રા રોડ પર ટોલનાકા પાસે ચાલતી બસમાંથી ઝડપાયાં હતાં. પોલીસ બંનેને દિલ્હીથી લઈ આવી હતી.