રિપોર્ટર: વિક્રમ સાંખટ
ભારતની ચીન સરહદે થયેલ ઘૂસણખોરી-અથડામણમાં શહીદ થયેલા વીર જવાનોની વીરતાને બિરદાવવા તેમજ વીરગતિ પામેલ વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના આદેશાનુસાર આજરોજ સવારે ૧૧-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામ-શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગાંધી પ્રતિમા, ચોક બજાર, સુરત ખાતે યોજાયો. કોગ્રેસ પ્રદેશ મહામંત્રી કાતીભાઈ બારૈયા તેમજ સુરત શહેર મહિલા પ્રમુખ હંસાબેન બારૈયા તેમજ કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.