રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું .જેના ભાગરૂપે કેશોદના કેવદ્રા પે.સેન્ટર શાળા ખાતેે યોજાયેલા સેવાસેતુુ કાર્યક્રમમાં સાત ગામના લાભાર્થીઓને સ્થળ પર જ જુદી જુદી સેવાનો લાભ લીધો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પુર્ણ થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 433 સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેના ભાગરૂપે કેશોદના કેવદ્રા ગામે પે સેન્ટર શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેવદ્રા, એકલેરા, સોંદરડા, પાણખાણ, સિલોદર, મહંત સીમરોલી, ભાટસીમરોલી સહીતના ગામોના લાભાર્થીઓએ આધાર કાર્ડ,આવક ના દાખલા, જાતિના દાખલા,EWS ના દાખલા, રેશન કાર્ડને લગતી સેવા, પશુ નિદાન કેમ્પ, આરોગ્યને લગતી સેવા,મામલતદાર કચેરીને લગતી સેવા, વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શનને લગતી સેવા, તેમજ અન્ય વિવિધ સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં જુદાજુદા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.