કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. વેક્સિન હવે પૂરતા પ્રમાણમાં વધારતા એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. ત્યારે આજે 40 સગર્ભા સહિત 37723 લોકોએ વેક્સિન લીધી હતી. 2 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના કુલ 7 ઝોનમાં માત્ર 40 સગર્ભા મહિલાઓને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ ઝોનમાં 18, પશ્ચિમ ઝોનમાં 6, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 મહિલાઓએ વેક્સિન લીધી હતી. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 462 સગર્ભા મહિલાઓએ વેક્સિન લીધી છે.નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશનની ભલામણ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સર્ગભા સ્ત્રીઓને સ્વૈચ્છિક મંજૂરીથી કોરોના વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સગર્ભા સ્ત્રીઓને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે.