રિપોર્ટર. પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલ જિલ્લાના વાડી ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ પાછલા કેટલાક સમયથી ચાલી રહી છે. આ લીઝની પાસે ખેડૂત રમેશચંદ્ર બીજલભાઇ માછી ના પરિવારની સંયુક્ત જમીન અહીં આવેલી છે.
ખેડૂત પોતાની જમીનમાં ખેતી કરવા માંગતા હોય છે પણ લીઝ માથી ઉડતી માટી તેમજ લીઝના કારણે જમીનમાં પાણી ના સ્તર ઉંડા જઈ રહ્યા હોવાથી ખેતી કરી શકતા નથી. તેઓને લાગતા તેઓ દ્વારા ખાણ ખનીજ વિભાગ થી લઈને અન્ય સબંધિત તંત્ર ને આ સામે જરૂરી કાર્યવાહી થાય તે માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.હાલ તો ખેડૂત રમેશચંદ્ર તેમને કરેલી સંબંધિત તંત્ર ને રજૂઆત ને તંત્ર કેટલી ગંભીરતાથી લઈને આ સામે કાર્યવાહી કરે તેની રાહ દેખી રહયા છે.જો તંત્ર કાર્યવાહી નહિ કરે તો ખેડૂત રમેશચંદ્ર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તો નવાઈ નહી…