પંચમહાલના શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

. તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની કામગીરી કરતા હોય ત્યાં પણ છત પરથી વરસાદી પાણી જમીને ટપકતા અહી આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.
શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેને લઇને તલાટી કમ મંત્રી રેખાબેન રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની નૈતિક ફરજ બજાવી રહયા છે. હાલ તલાટી ક્રમ મંત્રી જે જગ્યા એ બેસીને અરજદારોના કામ કરી રહ્યા છે. તે છત પરથી વરસાદી પાણી જમીને ટપકી રહ્યું છે. ગ્રામ પંચાયત કચેરી નવીન બને તે માટે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત તેમજ લાગતી વળગતી કચેરી ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવામા આવી હતી. ગ્રામ પંચાયત કચેરી નવીન બનાવવા માટે મંજૂરી નહીં મળતા પાછલા કેટલાક વર્ષથી તલાટી કમ મંત્રી ગામનો વહિવટ રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને કરી રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર ઉપરોક્ત બાબતને ક્યારે ગંભીરતા લેશે તેતો જૉવુજ રહયુ. ભેંસાલ ગામની ગ્રામ પંચાયત નવીન બને તે માટે ગામના જાગૃત ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *