આજથી શરૂ થયેલી ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએ સેમ-6, બીએ બીએડ સેમ-6, બીએ, એલએલબી સેમ-8, બી.આર્કિટેકચર સેમ-1, 3, બીબીએ સેમ-6, બીસીએ સેમ-6, બીકોમ રેગ્યુલર, એકસ્ટર્નલ સેમ-6, બીએસસી સેમ-8, બીએસસી સેમ-6, એલએલબી સેમ-6, એલએલબી ન્યુ સેમ-4,ની તમામ પરીક્ષાઓ ૩૧ જુલાઈ સુધી ચાલશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આજથી ત્રીજા તબક્કાની બીએ, બી.કોમ સહિતની જુદી-જુદી સ્નાતક કક્ષાની 27 પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આજથી શરૂ થતી ત્રીજા તબક્કાની ઓફલાઇન પરીક્ષામાં કુલ 40228 વિદ્યાર્થીઓ 127 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ રહી છે. તમામ કેન્દ્રો પર કોરોનાની ગાઈડ લાઈનનું મુજબ ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અને તે મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.