પંચમહાલ જિલ્લામાં ખાનગી શાળાના સંચાલક મંડળના પ્રમુખ નિકુંજભાઈ જાની, પિન્ટુભાઈ જાની, જયેશભાઇ શાહ તેમજ શાળા સંચાલક મંડળના અન્ય સંચાલકોએ સોમવારે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારને આવેદનપત્ર આપી રજૂઆત કરી . જેમાં હાલમાં કોરોના મહામારી નું પ્રમાણ ઓછું થાય ગયું છે ત્યારે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહિત તમામ વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઈડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપી છે.
તેમજ હાલમાં ટ્યુશન ક્લાસની સરખણીએ શાળાઓના વર્ગખંડ, મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે ખાનગી શાળા પાસે વધુ છે. જેથી કોરોના ગાઈડલાઇનનું પાલન પણ ખાનગી શાળાઓ સારી રીતે કરી શકશે માટે ધો.9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવે. કારણ કે આ વર્ગો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહત્વના હોય છે જે લગભગ છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળી શક્યું નથી. હાલમાં ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે.
પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માગને કોઈક ને કોઈક કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યની સાથે પંચમહાલ જિલ્લા શાળા સંચાલક મંડળ પણ નારાજ છે. અને જેઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકારને શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માગ કરી હતી. અને તેઓની માગ સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.