ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો નિર્યણ કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરશે,તેમજ વિદ્યાર્થીના પરિવારને અપાશે રૂ. 11,000ની સહાય

Latest

ઓગસ્ટ-2021નું પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવતા સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલાક નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટેફળદાયી બની શકે છે. કોરોનાથી મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓને ફી પરત કરાશે
કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિ પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ બોર્ડ ઑફ મેનેજમેન્ટ દ્વારા એક મોટો નિર્ણય કર્યો છે કેજે કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. એટલું જ નહિ, તેના પરિવારને રૂ. 11,000ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.કોરોના મહામારીમાં સ્વજન ગુમાવનારને નિઃશુલ્ક પ્રવેશ
તાજેતરમાં મળેલી યુનિવર્સિટીની સર્વોચ્ચ સત્તામંડળની બેઠકમાં કોરાના મહામારીમાં સ્વજન ગુમાવનારને નિઃશુલ્ક પ્રવેશ અંગે જે પરિપત્ર કરવામાં આવેલો, તેમાં પણ વધારે છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઘરમાં કમાનાર વ્યક્તિના મોત પર વિનામૂલ્યે સરળ પ્રવેશ .કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવ્યા હોય,તેમજ માથાદીઠ આવક એકજ હોય કે પતિ, પિતા કે દીકરો ગુમાવ્યો હોય કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ રહી ન હોય તેવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ ઓગસ્ટ-2021ના પ્રવેશસત્રમાં વિનામૂલ્યે તથા આસાનીથી પ્રવેશ મેળવી શકશે તેમજ અભ્યાસક્રમ પૂરો કરીને પોતાની કારકિર્દી બનાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *