મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઘમસાણ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. શિવસેના નેતા સંજય રાઉતે આ માટે BJPને જવાબદાર ગણાવતા કહ્યું કે, ‘મહારાષ્ટ્રનું ગઠબંધન રાજકીય મજબૂરી છે જે ભાજપના કારણે થયું છે અને ત્રણેય પાર્ટી અલગ-અલગ વિચારસરણી છે, પરંતુ અમે હિન્દુ વિચારસરણી સાથે કોઈ સમજૂતી કરી નથી અને હિન્દુત્વનો એજન્ડા પણ બદલ્યો નથી.’UPAનું નેતૃત્વ સોનિયા ગાંધી લાંબા સમયથી કરી રહ્યા છે? આજે UPA ખૂબ જ નબળી છે. એટલી નબળી કે BJP સામે ટકી પણ નથી રહી. UPAમાં આજે ખૂબ જ નબળા લોકો છે. દેશના દરેક પ્રાદેશિક પક્ષો ન તો કોંગ્રેસ સાથે જવા ઈચ્છે છે અને ન તો ભાજપની સાથે. દેશમાં જ્યારે-જ્યારે ત્રીજો મોરચો બન્યો છે ત્યારે તે નિષ્ફળ રહ્યો છે. કોંગ્રેસે UPAને મજબૂત બનાવવા માટે મોટું મન રાખવું જોઈએ. UPAની કમાન અનુભવી નેતાની પાસે હોવી જોઈએ. આવા વ્યક્તિ માત્ર શરદ પવાર જ છે.