બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
આ સાત પગલાં ખેડૂત ક્લ્યાણ યોજનાઓ દ્વારા ખેડૂતો વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના થી ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહશે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે તથા કિસાન પરિવહન યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા તેમજ ઉત્પાદનોને સમયસર બજારો સુધી પહોંચાડવા માલવાહક સાધન ભાડે ફેરવી પૂરક આવક મેળવી શકશે.
સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગતની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજના નો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં કૃષિ ઈજનેરી પોલિટેકનિક કોલેજ, ડેડીયાપાડા ખાતે ઉપસ્થિત રહેવાનું થયું. જેમાં કિસાન પરિવહન યોજના હેઠળ વાહન ખરીદવા માટેની અરજી કરેલ હોય તેવા લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. જેમાં માન. માજી મંત્રી મોતીસિંહભાઈ વસાવા, એમ.એમ.પટેલ, સંયુક્ત ખેતી નિયામક, માજી. જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, પ્રાંત અધિકારી ડેડીયાપાડા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ માનસિંગભાઈ વસાવા, સાગબારા તાલુકા પ્રમુખ મોતીભાઈ વસાવા, ભાજપ અગ્રણી રણજીતભાઈ ટેલર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.