રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ શહેરમાં સરકાર દ્વારા અનેક પગલાં જનતાના હિતમાં લેવામાં આવી રહ્યા છે સેલ્ટર સેન્ટર માંથી આવાતા લોકો માટે જાફરાબાદ મામલતદાર સાહેબના માર્ગદર્શન મુજબ જાફરાબાદ શહેરમાં આવેલ મોડેલ સ્કૂલમા સરકારશ્રી ના નિયમ અનુસાર બહાર શહેરો તેમજ રાજયો માંથી આવતા લોકોનું તાલુકા હેલ્થ ઓફિસર ડૉ, ગોસ્વામી સાહેબ ડૉ, આર જે બાંભણીયા ડૉ, ભૂમિ ગોહિલ ડૉ, જોગદીયા અને તેમની ટીમ દ્વારા દરેક વ્યક્તિ નું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે
તેમની સાથે પોલીસ બંદોબસ્ત અને નગરપાલિકા ના સેનિટેશ વિભાગ કર્મચારી દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવે છે અને બહાર શહેરો તેમજ રાજ્ય માંથી આવતા લોકો માટે સુપરવિજન તરીકે શિક્ષકો ને સોંપવામાં આવેલ છે બહાર થી આવતા લોકો માટે ચા પાણી નાસ્તો તેમજ જમવાની અને ઘર સુધી પોહચાડવાની વ્યસ્થા કરવામાં આવી રહી છે જાફરાબાદ શહેરના આગેવાનો માજી સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, માજી તાલુકા પ્રમુખ કરણભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ચેતન શિયાળ, કોળી પટેલ સરમણ બારૈયા અને સામાજિક કાર્યકર ડૉ ગૌરાંગભાઈ બાંભણીયા દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે
આ ઉપરાંત બહાર શહેરો તેમજ રાજ્ય માંથી આવેલ લોકો ને કોરેન્ટાઈન કરવાની જવાબદારી સ્થાનિક ગામ ના સરપંચ અને તલાટી ને સરકાર દ્વારા સોંપવામાં આવી છે