રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સમગ્ર ગુજરાત માં કોન્ટ્રાકટ મેળવવા ઉતાવળા બની કામો મેળવતા અમુક કોન્ટ્રાક્ટરો કામ કરતા પોતાના કર્મચારીઓની સુરક્ષા બાબતે તદ્દન લાપરવાહ હોય છે તે બાબત વારંવાર જોવા મળી જ છે ત્યારે હાલ રાજપીપળા વીજ કંપની ના નવા બની રહેલા બિલ્ડીંગ ના કામ માં પણ જેતે કોન્ટ્રકટરે પોતાના કામદારને સુરક્ષા ના સાધનો ન આપતા એક કામદાર નું મોત નીપજ્યું હતું.
ઘટના ની પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા કાળિયા ભૂત ચોકડી પાસે આવેલી જી.ઈ.બી.ની ઓફીસ માં કડીયા કામ કરતા સુનીલ અરવિંદ વસાવા (ઉ.વ ૨૩),રહે, સારસા તા,ઝગડીયા જિ.ભરુચ ગત તારીખ ૧ ઓગસ્ટ ના રોજ સવારે ૧૦:૩૦ વાગે પોતાનું કડીયા કામ કરતો હતો ત્યારે અચાનક લોખંડ ની પ્લેટ તેના માથા ઉપર પડતા ગંભીર ઇજા થતાં પ્રથમ તેને વડોદરા સારવાર માટે લઈ જવાયો ત્યારબાદ બજા દિવસે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોડપીટલ માં ખસેડાયો હતો આ કામદાર ગંભીર ઇજાના કારણે કોમામાં ચાલ્યો જતા તેને આઈ.સી.યુ.વોર્ડ માં દાખલ કર્યો હોય પરંતુ સારવાર દરમિયાન તા.૭ ઓગસ્ટ ના રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.રાજપીપળા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ જી.ઈ.બી.પાસે કોન્ટ્રાકટ મેળવી કામદારો પાસે કામ કરાવતા કોન્ટ્રાકટર પર કામદારો ની સુરક્ષા બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.જો આવા કામ માં કોન્ટ્રકટરે કામદાર ને હેલ્મેટ સહિત ના સુરક્ષા ના સાધનો આપ્યા હોત તો કદાચ આ કામદાર બચી જાત પરંતુ સુરક્ષા ના અભાવે માથામાં ગંભીર ઇજા થતાં અંતે આ કામદાર નું મોત થયું છે ત્યારે કોન્ટ્રાકટર સામે પણ તપાસ જરૂરી બને છે.જો કામદારો ને નિયમ મુજબ સુરક્ષા ના સાધનો આપાયા હોય તો આવી ઘટના ન બનત માટે આ કામદાર ના મોત માટે કોણ કોણ જવાબદાર છે તે તપાસ જરૂરી બની છે.