હળવદના સુસવાવ ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 30 લોકોને કોરોના રસી આપવામાં આવી.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર ના સબ સેન્ટર સુસવાવ ખાતે કોરોના વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ તથા સુસવાવ ગ્રામ પંચાયતના સદસ્ય હરિચંદ્ર સિંહ ઝાલા ની હાજરીમાં પ્રોગ્રામ નું ઉદઘાટન કરવામાં આવ્યું .આ પ્રોગ્રામને સફળ બનાવવામાં મહત્વનો ફાળો મ.પ.હે.વ રાજદીપ ભાઈ જોશી તેમજ હીનાબેન તથા હેતલબેન અને જાહેદા બેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ત્રીસ લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું . જેમાં સુસવાવ ,ઈશ્વર નગર શિવનગર ,ઉમિયાનગર માથી રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે ગામ લોકોનો સાથ સહકાર મળ્યો હતો. તેમજ વધુમાં વધુ લોકો લાભ લે તે માટે તાલુકા સભ્ય પ્રવીણભાઈ પટેલ તેમજ સુસવાવ પંચાયત સદસ્ય( આગેવાન ) હરિચંદ્ર સિંહ ઝાલાદ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કર્યા હતા.તેમજ તમામ લોકો કોરોનની રસી લે તેવી અપીલ કરવામાં આવી હતી.પંચાયત સદસ્ય હરીચંદ્ર સિંહ ઝાલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું ,કે ભારતના દરેક લોકો સ્વસ્થ અને કોરોના મુક્ત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *