ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

ગઇ કાલે સાંજના એક બાઇક સવાર સુજિત રમેશ સોલંકી ઉમર ૨૨ વર્ષનો કોડીનાર તાલુકાના સરખડી ગામના પાટીયા પાસે અકસ્માત થયો હતો. તેની હાલત ખુબજ ગંભીર હતી અને તે બેભાન અવસ્થામાં હતા. ડોળાસા ૧૦૮ને કોલ આવતા ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી જગદિશ મકવાણા અને પાયલોટ જેસિંગ ચોહાણ ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ કોડીનાર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ તે દર્દીની પાસે ૩ એન્ડ્રોઇડ મોબાઇલની અંદાજિત કિંમત ૪૦,૦૦૦ હતી. તે મોબાઇલ તેમના સગા સંબંધીને પરત આપી અને દર્દીની સેવા સાથે પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતુ તેમના સગા સંબંધી દ્વારા ૧૦૮ના કર્મચારીનો આભાર માનવામાં આવ્યો હતો. ૧૦૮ જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર જયેશ કારેના દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *