રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા
તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિક કુંભાણી એ આપેલ વિગત પ્રમાણે અત્યારે તાલાલા ગીરમાં નગરપાલિકા ગર્લ્સ હાઇસ્કુલ તથા ધાવાગીર આંકોલવાડી ગીર અને બોરવાવ ગીર આરોગ્ય કેન્દ્રમાં કોવીડ રસીકરણ સેશન કાર્યરત કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં તાલાલા પંથકમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ કોવીડ રસીકરણ ચાલુ કરવામાં આવશે. જેથી વયો વૃદ્ધ લોકો રસીકરણ માટે દૂર જવું પડશે નહીં.
45 થી 60 વર્ષના અન્ય બીમારી ધરાવતા લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન અથવા કોવીડ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન અગાઉથી કરાવી શકે છે. રૂબરૂ રસીકરણ સેશન સ્થળ ઉપર આઈ.ડી પ્રુફ વેરીફાઇ કરી તુરંત રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ શકે છે. તાલાલા પંથકના 60 વર્ષ ઉપરના વધુને વધુ લોકો કોવીડ રસી લેવડાવી તાલાલા પંથકમાં આ અભિયાનને સફળ બનાવે તેવી આરોગ્ય અધિકારીએ જાહેર અપીલ સાથે વડીલોને અનુરોધ કર્યો છે.