રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના આરેણા ગામ પાસે હાઇવે પર સુપરવડ પાસે રેતી ભરેલ બોગી અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો.
માંગરોળ તરફથી વેરાવળ તરફ જતું રેતી ભરેલ ડમ્પર તેમજ વેરાવળ તરફથી માંગરોળ તરફ આવતી આઇસર સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આ આવ્યા હતા જેમાં રેતી ના ડમ્પરના કલીનરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
રેતી ડમ્પર ના ક્લીનર ભરત ગોવાનું મોત થયું હતું જ્યારે ડ્રાઈવર રાજા વેજા અને બીજા ડ્રાઇવર મહેશ અરજણ ને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા માંગરોળ સરકારી હોસ્પિટલ સારવાર આપવામાં આવેલ જેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા..