રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકામાં આવેલ વેગવાવ રોડ પર આવેલ નંદનવન પાસે પસાર થતી ડી-19 નંબરની કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહો છે.. નર્મદા કેનાલનું પાણી એક કિલોમીટર સુધી પહોંચી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ ઉનાળાની શરૂવાત થઈ રહી છે આવા સમયે કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતાં ખેડૂતો તેમજ પીવાના પાણીની આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવવાની નોબત સર્જાઇ છે.
હળવદ પંથકમાં પાછલા ઘણા વર્ષોથી નર્મદા કેનાલના નબળા કામોને લીધે અવારનવાર કેનાલો તુટવાના બનાવો સામે આવતા હોય છે. જેના કારણે ઘણી વખત ખેડૂતોના ઊભા મોલમાં પાણી પહોંચી જવાને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવી પડતી હોય છે.પરંતુ આજે અજાણ્યા શખ્સોએ કેનાલમાં ગાબડું પાડી હજારો લીટર પાણી બગાડ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસો થી હળવદ ગામેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ હેઠળ આવતી ડી-19 કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતાં પાણીની રેલમછેલ જોવા મળે છે આ નર્મદાનું પાણી એક કિલોમીટર સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જેથી નર્મદા કેનાલના અધિકારી વહેલી તકે સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.