રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
જેમા સોમનાથમાં ૧ પ્રસુતિ અને ડોળાસામાં ૧ પ્રસુતિ કરાવવામા આવી હતી. વેરાવળ તાલુકાના બોળાસ ગામે એક મહિલા ભાવનાબેન રણજીતભાઇ ઉમર ૨૬ વર્ષ ને પ્રસુતિની પીડા ઊપડતા ૧૦૮ સોમનાથને ફોન કરેલો ફરજ પર હાજર ઇ.એમ.ટી યોગેશ વાજાં અને પાયલોટ ભરત ગિરિ મેઘનાથી ઘટના સ્થળે પહોંચી અને તે દર્દી લઈને વેરાવળ હોસ્પિટલ જતા હતા અચાનક દર્દીને પ્રસૂતિની પીડા વધતા રસ્તા પર સાઇડમા એમ્બ્યુલન્સ રોકી અને અમદાવાદ હેડ ઓફિસ બેઠેલા ડોક્ટર સાથે વાત કરી અને તેમની સલાહ મુજબ માતાની સફળ ડીલીવરી કરાવવામાં આવી હતી. ૧૦૮ ના ઈ.એમ.ટી યોગેશ ભાઈની આવડત અને ડોક્ટરની સલાહ મુજબ તે ડીલીવરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી અને છોકરાનો જન્મ થયો હતો અને તે માતા અને બાળકને તંદુરસ્ત રીતે વેરાવળ પ્રાઈવેટ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમના સગા વહાલાએ ૧૦૮ નો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને માતા અને બાળકનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો અને ૧૦૮ના ઉચ્ચ જિલ્લા અધિકારી જયેશ કારેના અને જિલ્લા અધિકારી યુવરાજ સિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.