રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા
કોડીનાર તાલુકાના છાછરા ગામે આર.એસ.એસ. ના કાર્યકર્તાઓ ઉપર લઘુમતી સમાજના કેટલાક સામાજિક અને આવારા તત્વો એ કરેલ જીવલેણ હુમલાના બનાવથી તાલાલા પંથક સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. છાછર ગામે વારંવાર બનતા આવા બનાવો રોકવા તથા જીવલેણ હુમલા સંડોવાયેલ આરોપી સામે દાખલા રુપ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તાલાલા તાલુકા સમસ્ત હિન્દુ સમાજે આવેદનપત્ર આપ્યું છે.
તાલાલા તાલુકા સમસ્ત હિન્દુ સમાજે મામલતદાર બિન્દુબેન કુબાવતને આપેલ રોષપુર્ણ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છાછર ગામે અગાઉ પણ આવા બનાવો બન્યા છે. તે અંગે પોલીસમાં પણ વારંવાર રજૂઆત કરી છે. છતાં પણ પોલીસે આંખ આડા કાન કર્યા છે. પરિણામે ૧૯મીએ મોડી રાત્રે લઘુમતી સમાજના આવારા લુખ્ખા સમાજ વિરોધી તત્વો એકત્ર થઇ આર.એસ.એસ અગ્રણીઓ ઉપર હિંમતપૂર્વક હુમલો કર્યો હતો. આર.એસ.એસના અગ્રણી ઉપર હુમલો સમગ્ર હિન્દુ સમાજ ઉપરનો હુમલો ગણાવી તાલાલા તાલુકા હિન્દુ સમાજ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી. આર.એસ.એસના નિષ્ઠાવાન પ્રામાણિક અને રાષ્ટ્રવાદને વરેલા કાર્યકરો ઉપર જીવલેણ હુમલો કરનાર હુમલાખોરો સામે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી કશુરવાર લોકો સામે કાર્યવાહી કરી કડક સજા અપાવવા આવેદનપત્રમાં માંગણી કરી છે.
તાલાલા તાલુકા સમસ્ત હિન્દુ સમાજ આયોજિત આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જગદીશભાઈ અપારનાથી, અવધેષ કાનાબાર, અરવિંદભાઈ જોટવા, રમેશભાઈ ઉદ્દેશ, દિપેશભાઈ રાયચુરાની રાહબરી હેઠળ આર.એસ.એસના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શિવસેનાના કાર્યકરો સહીત હિન્દુ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ જોડાયા હતા.
છાછર ગામે પોલીસ ચોકી કાર્યરત કરો તાલાલા તાલુકા સમસ્ત હિન્દુ સમાજની માંગ.
કોડીનાર તાલુકાના છાછર ગામે હિન્દુઓ ઉપર લઘુમતી સમાજના કેટલાક અસામાજિક તત્વો તથા આવારા લુખ્ખા લોકો દ્વારા હુમલાના બનાવો બને છે. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન થાય નહીં. આવારા લુખ્ખા લોકો ઉપર પોલીસની ધાક સાથેની પકડ રહે માટે છાછર ગામે કાયમી પોલીસ ચોકી કાર્યરત કરવા તાલાલા તાલુકા સમસ્ત હિન્દુ સમાજે માંગણી કરી છે.