રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ
આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જેમાં ખેડૂતો પોતાના જીવનનિર્વાહ માટે મન લગાવીને તનતોડ મહેનત કરી રહ્યા છે. જ્યારે એક તરફ મોંઘવારી થી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફથી અમીરગઢ ના કલેડી ફિટર મા વીજ નો વારંવાર કાપ આપતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કલેડી ફિટરના વીજ (લાઈટ)નો ત્રણ-ત્રણ કલાક સુધી કાપ આપતા ખેડૂતોમાં માથાનો દુખાવો સમાન લાગી રહ્યું છે. જ્યારે વીજ(UGVCL) સબ સેન્ટર અમીરગઢમાં ફોન કરતા વીજ(લાઈટ) ક્યારે આવશે તેનો કોઈ સમય ન બતાવતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ ભોગવી પડે છે.