રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે તેના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પુરજોશમા ચાલી રહ્યા છે ત્યારે ચૂંટણી જીતવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતની એક બેઠક ભાજપના ઉમેદવાર ભાવનાબેન શૈલેષભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સરોજબેન ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા અપક્ષમાં મુક્તાબેન છનાભાઈ મકવાણા સહિતના 3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. જ્યારે મોરબી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપનો ભગવો લહેરાવવા માટે જિલ્લા પંચાયતના ૫૦ ઉમેદવારો અને તાલુકા પંચાયતના 20 ઉમેદવાર સમર્થનમાં કેન્દ્ર મંત્રી પરષોત્તમ રૂપાલાની જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં આ પ્રંસગે પ્રાસગીક પ્રવચન આપતા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ ભાજપ સરકાર વિકાસના કામો કરી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો ખેડૂતોને તેમજ આમ આદમીઓ ને પગભર કરી છે માટે આવનારી 28 મી તારીખે કમળને ના ભુલતા અને આ વખત મોરબી જિલ્લા પંચાયત અને હળવદ તાલુકા પંચાયતમા ભાજપ નો ભગવો લહેરાવવાનો છે તેમ જણાવ્યું હતુ.
વધુમા કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામા હળવદ શહેર અને આજુબાજુના ગામડાંના ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈપટેલ,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ ભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે,મોરબી જિલ્લામહામંત્રી રણછોડભાઈ દલવાડી, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રજનીભાઈ સંઘાણી,મોરબી જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ સહિતના ભાજપના તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો અને હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા