નર્મદા: રાજપીપળામાં આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ કોવિડ રસીનો બીજો ડોઝ લીધો.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીન માં ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, જેમાં ૮૨ ટકાથી વધુ કામગીરી થઇ છે. હાલ ચાલી રહેલાં બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમા પણ ૮૦ ટકા જેટલી કામગીરી થઇ ગઇ છે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, ફીઝીશીયન ડૉ. જે.એલ.મેણાત વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *