ગોધરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ માટે શિબિર રાખવામાં આવી..

Godhra Latest

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન અને દાહોદ જિલ્લા તથા મહિસાગર જિલ્લા સંદર્ભે ગોધરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ માટે શિબિર રાખવામાં આવી હતી. આ કાર્યકર્તા શિબિરમાં લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . શાંતિકુંજ હરિદ્વાર થી ટોળી નાયક પરમાનંદ દ્વિવેદી તથા પ્રકાશભાઈ મોદી તથા યોગેશભાઈ પટેલની ટોળી સાથે ગુજરાત ગાયત્રી પરિવાર ઝોન પ્રભારી આદરણીય અશ્વિનભાઈ જાની, સહપ્રભારી જયેશભાઈ બારોટ તથા ઉપસહસંયોજક બચુભાઈ ત્રિવેદી જિલ્લા સંયોજક વજેસિંહ બારીયા, દાહોદ જિલ્લા સંયોજક યોગેશભાઈ પરમાર, કનુભાઈ સુથાર, મહિસાગર જિલ્લા સંયોજક લાલજીભાઈ ખાંટ, તાલુકા સંયોજક શિવનદાસ કાલવાણી ટ્રસ્ટી કાશીભાઇ પટેલ ત્રણેય જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ પ્રવિણસિંહ ચૌહાણ નાથાભાઈ પટેલ,ઈન્દુભાઈ પરમાર, ગુણવંતભાઈ વરીયા, ડાયાભાઈ અમીન, સુભાષ વરિયા મહિલા સંયોજક જયાબેન બારીયા, અરુણાબેન,કપિલાબેન કમળાબેન સહિત જિલ્લાની અનેક બહેનો ગાયત્રી શક્તિપીઠ ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓને પ્રક્ષિક્ષણ પ્રાપ્ત કરી ઘરે-ઘરે ગંગાજીને રાજ્યના પ્રત્યેક ઘરમાં લઈ જવા માટે શાંતિકુંજ હરિદ્વાર ઘરે પહોંચે તથા કુંભ મેળો ઘર ઘર સુધી પહોંચે તે હેતુસર ચાલુ વર્ષે કોરોનાના કારણે કુંભમેળો યોજાઈ શક્યો નથી. જેથી ગંગાજી ઘર ઘર સુધી પહોંચે તેના માટે આયોજન કર્યું હતું. હર હર ગંગે ઘર-ઘર ગંગેનો નારા સાથે કાર્યકર્તાઓને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા. તમામ કાર્યકર્તાઓ માટે ગાયત્રી શક્તિપીઠ ગોધરા તરફથી ભોજનની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જિલ્લાના ઉત્સાહી કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે વધાવી સાવ પ્રખરતા પૂર્વક કાર્ય કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *