રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
તાજેતરમાં યોજાનારી ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૫ ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી જંગમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. આમ આદમી પાર્ટીએ સૌપ્રથમવાર ડભોઇ નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા ૯ વોડૅમાં કુલ ૧૫ ઉમેદવારો ચુંટણી જંગમાં ઊભા રાખ્યા છે. જ્યારે વોર્ડ નંબર ૮માં આખી પેનલ ઉતારી છે. આમ ડભોઇ નગરપાલિકાના ચૂંટણીજંગમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુખ્ય રાજકીય પક્ષો જેવા કે કોંગ્રેસ અને ભાજપના રાજકીય ગણિતો બદલાઈ જવા પામ્યા છે. આ ૧૫ ઉમેદવારોમાંથી જો એકાદ- બે ઉમેદવારો પણ વિજયી બનશે તો આવનારા સમયમાં બોર્ડની રચના સમયે ‘આમ આદમી પાર્ટી ‘ મુખ્ય ભૂમિકામાં આવી જશે અને કેટલાક વોર્ડમાં મુખ્ય રાજકીય પક્ષોના પરિણામો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટી અસર ઊભી કરશે. આમ ડભોઇ નગરપાલિકાના ચૂંટણીજંગમાં ‘આમઆદમી’ પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થી રાજકીય પંડિતો પણ નવેસરથી રાજકીય ગણિતો માંડવા કામે લાગી ગયા છે .જ્યારે સામે પક્ષે ગત બોર્ડ દરમિયાન મુખ્ય રાજકીય પક્ષોના જીતેલા ઉમેદવારોએ વારંવાર પાટલી બદલીને આવન-જાવન કરી પ્રજાએ આપેલાચૂકાદનો પોતાના સ્વાર્થ માટે પ્રજાજનોને દગો કરી પોતાનો રાજકીય સ્વાર્થ સાધ્યો હતો .જેના પરિણામે ‘આમઆદમી’ પાર્ટીની એન્ટ્રીથી પ્રજાજનો માટે એક નવો વિકલ્પ ઉભો થવા પામ્યો છે.કેટલીક વાર પ્રજાજનો એકના એક પક્ષોને અને એકના એક ઉમેદવારોને મત આપીને જીતાડે છે. પરંતુ પાછળથી પોતાના કામો થતાં નથી ત્યારે તેમને પાછળથી પસ્તાવાનો વારો આવે છે .જેથી આ વખતના ચૂંટણી જંગમાં પ્રજાજનો માટે ‘આમઆદમી’ પાર્ટી એ નવો વિકલ્પ ઉભો કરી આપ્યો છે .’આમઆદમી’ પાર્ટીએ ડભોઇ તાલુકાની કાયાવરોહણ જિલ્લા પંચાયતની સીટ ઉપર પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે.આ સાથે ‘આમઆદમી’ પાર્ટીએ જુદા જુદા વોડૅ અને જિલ્લા પંચાયતની બેઠક માટે જે ઉમેદવારો જાહેર કર્યા છે તેની યાદી નીચે મુજબ છે.
ઉમેદવારોની યાદી:
વોડૅ-૧. 1. તેજલબેન વડજીયા,2. મોતીભાઈ વણકર,3. પિયુષભાઈ વસાવા,
વૉર્ડ 2-, ૧. સબીના મકરાણી,૨. કુલદીપ શર્મા,
વૉર્ડ 5 -,૧. મુમતાજ બાનુ મન્સૂરી,૨. ભાવિન ચૌહાણ,૩. ઐયુબ મન્સૂરી,
વૉર્ડ ૭ , ૧. છાયાબેન પાઠક, 2 વિરલ દરજી,
વૉર્ડ- ૮, ૧. હસુબેન વસાવા ,૨.છાયાબેન પાઠક,૩. ઐયુબ તાઈ,૪.કિરીટ રોહિત
વૉર્ડ 9 – 1 મંજુબેન વસાવા,
જીલ્લા પંચાયત (કાયાવરણ બેઠક)
1. શારદાબેન વસાવા..