પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં એક દિવસીય વોલીવોલ ટુર્નામેન્ટ-૨ નું આયોજન કરવામાં આવ્યું.

shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા નગરમાં એક દિવસીય વોલીવોલ ટુર્નામેન્ટ-૨નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલાસિનોરની ટીમનો વિજય થતાં ટ્રોફી અને રૂ.૫૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં એક દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ-૨ રમતનું આયોજન નગરના રહીશ મોહમ્મદ હનીફખાન પઠાણ, અમાનુલ્લાખાન પઠાણ અને લીયાકતખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેરા સહિત અલગ-અલગ ગામોની ૧૪ જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જે પૈકી શહેરાની ૧,ગોધરા ૩,બાલાસિનોર ૧,લીમખેડા ૧,ધામણોદ ૧, ભદ્રાલા ૧,નાંદરવા ૧, ગોધરા એસઆરપી ૧, લુણાવાડા ૧,અણીયાદ ૧, સંતરોડ ૧ અને મોરવા હડફની ૧ આમ કુલ ૧૪ ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટ-૨ માં ભાગ લીધો હતો,આ વોલીબોલ ટુર્નામેન્ટ-૨ બુધવારના રોજ શહેરા નગરના દૂધલાઈ વિસ્તારમાં આવેલ મેદાનમાં સાંજના ૬ વાગે શરૂ કરવામાં આવી હતી મોડી રાત્રિના ૧ વાગ્યા સુધી રમાઈ હતી,જેમાં બાલાસિનોરની ટીમ વિજેતા બની હતી જ્યારે નાંદરવા ટીમની હાર થઈ હતી, જેને લઈને આયોજકો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.૫૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું, જ્યારે નાંદરવા હારેલ ટીમને રૂ.૨૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *