રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજ્વવમાં આવે છે પણ આ વર્ષે યુવક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લઈ માટીના ગણપતિ બનાવી પ્રકૃતિપ્રેમીનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું.ક્રિષ્ના પાર્ક સોસાયટીના પાંચ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત માટીના ગણપતિ બનાવી સમગ્ર હળવદ પથકની જનતાને આત્મનિર્ભરતાનો એક ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો છે. ગણેશ ચુતુર્થીનો ઉત્સવ ઠેર ઠેર જગ્યાએ થતો હોય છૅ જેમાં પી.ઓ.પી.ની મૂર્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છૅ જેના લીધે પાણીમાં વિસર્જન બાદ પાણીમાં રહેલ પ્રકૃતિને નુકશાન થતુ હોય છે. જે માનવ હાની કૃત્ય છે. માટીના ગણપતિનો મુખ્ય હેતુ એ રહેલો છે કે વિસર્જન બાદ કોઈ નુકશાન નહિ સાથે જીરો બજેટમાં કરી શકાય છે.આ કાર્યક્રમમાં વધારે સખ્યા ભેગી કરેલી નથી જેના લીધે સોશિય ડિસ્ટન્સનું ઉલ્લંઘન થાય નહિ જેના લીધે કોરોના વાયરસનું સંક્રમણ અટકે, ગણપતિબાપાને નાની બાળાઓ દ્વારા સામયુ કરવામાં આવ્યું હતું ત્યારેબાદ ગણપતિ બાપાના નારા બોલાવી ગીતો વગાડવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ સહિત સોસાયટીના વડીલો હાજર રહ્યા હતા.