રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
હાલ કોરોના વચ્ચે નર્મદા જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ ન હોઈ મોટી રાહત છે છતાં વહીવટી તંત્ર હજુ ખડે પગે છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને સૂચના મુજબ ઘણા સમય થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવનાર પીએસઆઇ કે.કે.પાઠક હંમેશા સ્ટેચ્યુ પર આવનાર પ્રવાસીઓ ની મદદે આવી નર્મદા પોલીસ ની કામગીરી બાબતે લોકોના માં સારી છાપ ઉભી કરતા આવ્યા છે પરંતુ હાલ સ્ટેચ્યુ બંધ હોય તેમની ફરજ પોઈચા પુલ પર છે સાથે આજે રવિવારે તેમનો જન્મ દિવસ પણ હોય આ જન્મ દિવસની યાદગાર અને કોરોના જાગૃતિ ને લગતી કામગીરી કરતા જોવા મળ્યા હતા.
પીએસઆઇ કે.કે.પાઠકે રવિવારે તેમના જન્મ દિવસ નિમિત્તે પોઈચા પુલ ની તેમની ફરજ ઉપર બહાર ન જિલ્લા માંથી આવતા લોકો ને માસ્ક વિતરણ કરી સાથે કોરોના સંબંધિત જરૂરી સાવચેતી ની માહિતી આપી એક અલગ રીતે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.આમ તો બહાર ના જિલ્લા માંથી નર્મદા માં ફક્ત પાસ ધરાવતા લોકો ને જ પ્રવેશ મળે છે પરંતુ પાસ લઈ પોઈચા પુલ પર થી રાજપીપળા તરફ આવતા લોકોને માસ્ક આપી સોશ્યિલ ડિસ્ટન્સ સહિત ની કોરોના ને લગતી જરૂરી માહિતી આપી નર્મદા જિલ્લો કોરોના મુક્ત રહે,કોઈ નવો પોઝીટીવ કેસ ન આવે તેની તકેદારી રાખી જન્મ દિવસ ની ઉજવણી જીલ્લા ના લોકો ના સ્વાસ્થ્ય ની સાવચેતી માટે કરી હતી. આમ સ્ટેચ્યુ બાદ હાલ પોઈચા પુલ ની ફરજ પર પણ પીએસઆઇ પાઠક નર્મદા પોલીસ લોકઉપયોગી કામગીરી માટે સતત તત્પર રહે છે તેના દર્શન કરાવ્યા હતા.